૨૫મીએ મોરબીથી અંબાજી પદયાત્રા રવાના થશે

- text


સતત ૧૯ માં વર્ષે ૩૪૫ કિમી લાંબી પદયાત્રા

મોરબી : મોરબી અંબિકા પદયાત્રા સંઘ દ્વારા આગામી તા.૨૫ ઓગષ્ટના રોજ મોરબી થી અંબાજી સુધીની પદયાત્રા રવાના થશે.
૧૯૯૯થી મોરબી થી શરૂ થયેલી અંબાજી સુધીની પદયાત્રા 19માં વર્ષમાં પ્રવેશી છે.ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે માં અંબાનું ધામ અંબાજી તેમા પણ ભાદરવી પૂનમના દર્શનનું અનેરું મહત્વ છે,દર ભાદરવી પૂનમે મોરબીથી અનેક ભક્તો ૩૪૫ કિમીની પદયાત્રા કરી ૧૯૯૯ થી અવીરત પહોંચે છે. જેમાં આ વર્ષે પણ મોરબી થી અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓ તા.૨૫ ઓગષ્ટના રોજ બપોરે પદયાત્રાનો પ્રારંભ કરશે.
શ્રી અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઇ નાગપરા તથા તેમના ધર્મપત્ની ગીતાબેન સુરેશભાઈ નાગપરાના જણાવ્યા મુજબ રથના આયોજક દિલીપભાઈ સોની ઘણાં સમયથી સેવા બજાવે છે. યોગેશ્વરનગર રવાપર રોડથી શરૂ થનાર આ પદયાત્રામાં હિતેશભાઈ,આંનદભાઈ,કૈલાશભાઈ સહિતના સેવાભાવી લોકો સેવા બજાવે છે અને ૫૨ ગજ ની ધજા સાથે રસોડા સહિતની સુવિધા રાખવામાં આવી છે તો ભક્તજનોએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text