ખાનપર-વાઘપરમાંથી 13 જુગારીઓને ઝડપી લેતી તાલુકા પોલીસ

- text


વાઘપર સહકારી મંડળી પાસેથી જાહેરમાં જુગાર રમતા 5 અને ખાપરમાંથી 8 શખ્સો પકડાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગતરાત્રીના જુગારના બે અલગ અલગ દરોડા પાડી કુલ 13 શખ્સોને જુગાર રમતા પકડી પાડ્યા હતા.
જેમાં પ્રથમ દરોડામાં વાઘપર સહકારી મંડળી નજીક જાહેરમાં જુગાર રમતા અરવિંદ ધનજી સુરાણી, નિયાલ વિઠ્ઠલભાઇ કડીવાર, ગોપાલ કાન્જી બોરીચા, ખીમજી ભગવાનજી બાવરવા અને જગજીવન શાંતિલાલ કડીવારને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂ.43370ની રોકડ રકમ કબજે કરી હતી.

- text

જુગારના બીજા દરોડામાં ખાનપરમાં ત્રાટકી પોલીસે જુગાર રમી રહેલા ભૂરા લાખા, દેવજી કરશન, અલરખા રહીમભાઈ, કિશન કનું, જાવેદ રહીમ, કલ્યાણ વિરજી, મયુર ભરત અને કાન હીરાને રૂ.11640ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text