મોરબીના કાંતિનગરમાં જાહેરમાં જુગાર રમતા છ પકડાયા: 17,600 જપ્ત

- text


મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારમાં દરોડો પાડી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂ.17400ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાંતિનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે પોલીસે રાત્રીના સાવ બે વાગ્યે દરોડો પાડતા રાયસંગ શંભુભાઈ બાવરિયાની દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હતો, પોલીસે દરોડાની કાર્યવાહી કરી જુગાર રમી રહેલા રાયસિંગ શંભુભાઈ બાવરિયા, બિપિન રમેશભાઈ ડાભી, બાબુ ભુપતભાઇ બાવરિયા, સની રાયસિંગ બાવરિયા, વશરામ કરસન રાઠોડ અને વિશાલ પ્રવીણ બાવરિયા રહે, બધા કાંતિનગર વાળાને રૂ.17.600ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text