મોરબીના શોભેશ્વરરોડ પરથી 8 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી: મોરબી બી-ડિવિઝન પોલીસે ગઈકાલે મોડીરાત્રે શોભેશ્વરમહાદેવ મંદિર રોડ પરથી એક્ટિવા મોટરસાયકલ સવાર યુવાનને 8 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન મોરબી બી-ડિવિઝન પોલીસે શોભેશ્વર મહાદેવ મંદિર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં એક્ટિવા મોટરસાયકલ લાઇ નીકળેલા રવિ રાજુભાઇ રાઠોડ રહે. સો-ઓરડી, વરિયાનગર વાળાની તલાશી લેતા એક્ટિવામાંથી વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી.જેને પગલે પોલીસે 8 બોટલ દારૂ અને એક્ટિવા મોટરસાયકલ મળી રૂપિયા 27,400 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text