ટીમ્બડી પાટિયા નજીકથી દશ લાખનું ડમ્પર ચોરાયું

- text


મોરબી: મોરબી નજીકના ટીમ્બડી પાટિયા પાસે પાર્ક કરેલું ડમ્પર ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા ભાવેશકુમાર ચંદુભાઈ કટેશિયાની માલિકીનું ડમ્પર નંબર જીજે 2 વીવી 0808 તારીખ 10 ના રોજ ટીમ્બડીના પાટિયા પાસે પડ્યું હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ ચોરી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે એ આ અગાઉ પણ મોરબી-કચ્છ હાઇવે પરથી બે ટ્રકની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઇ હતી.

- text

 

- text