મોરબી જિલ્લા ભાજપ દ્વારા બનાસકાંઠા જિલ્લા માટે 300 કીટ રવાના કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા બનાસકાંઠા વિસ્તારના પુર અસરગ્રસ્તો માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ 300 કીટ તૈયાર કરી રાધનપુર સહિતના વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે અને રાહત સામગ્રી મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ જાતે જઈ અસરગ્રસ્તોને હાથો હાથ આપી હતી.

- text

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના માર્ગદર્શન નીચે મોરબી જિલ્લા ભાજપ પરિવાર તરફ થી 300 કીટો તૈયાર કરવામાં આવી હતી જે પૂર પીડિત પરિવારો માટે ટ્રક ભરીને મોકલવામાં આવી હતી. આ સહાય કીટોમાં ઘર વપરાસની વસ્તુઓ, કપડાં, કરિયાણું, વાસણો, ઓઢવા પાથરવા માટે ચાદરો બ્લેંકેટ વગેરે વિવિધ વસ્તુઓ સાથેની આ કીટો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તૈયાર કરવામાં આવી હતી.
વધુમાં આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,જ્યોતિસિંહ જાડેજા,બક્ષીપંચ મોરચાના પ્રમુખ જેઠાભાઇ મિયાત્રા, ખજાનચી પ્રભુભાઈ ભૂત,કારોબારીના બીપીનભાઈ વ્યાસ સહિતના જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા રાધનપુર બનાસકાંઠા સહિતના પુર અસરગ્રસ્ત ગામોના લોકોને હાથો હાથ સહાય વિતરણ કરવામાં આવી હોવાનું મીડિયા ઇન્ચાર્જ વિજયભાઈ લોખીલની યાદીમાં જણાવાયું હતું.

- text