ટંકારાના હમીરપરમાં ઝેરી કેમિકલ બનાવતી ફેક્ટરીનો ભારે વિરોધ

- text


પર્યાવરણીય મંજૂરી વગર શરૂ થયેલી ફેક્ટરીએ ખેડૂતોના ઉભાપાક બાળી નાખ્યાનો પર્યાવરણીય લોક સુનાવણીમાં માં ખેડૂતોનો આરોપ

ટંકારા : મિતાણાં-પડધરી હાઇવે પર કોઈપણ જાતની પ્રયાવરનીય મંજૂરી વગર શરૂ થયેલી ઝેરી કેમિકલ બનાવતી ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝને ગ્રામજનોની હકીકતભરી રજૂઆતને પગલે સીલ કરાય બાદ કંપની દ્વારા પર્યાવરણીય મંજૂરી માંગવામાં આવતા ગઈકાલે યોજાયેલી સુનાવણીમાં આજુબાજુના 10 ગામના લોકોએ આ કંપનીનો ભારે વિરોધ કરી કોઈ પણ સંજોગોમાં ઝેર ઓકતા આ કારખાનને મંજૂરી નહિ આપવા લેખિત મૌખિક રજુઆત કરી હંગામો મચાવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં મિતાણા-પડધરી હાઇવે પર ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી આવેલી છે આ ફેકટરીમાં સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ ઉત્પાદક એકમના નામ હેઠળ મોનો ક્લોરો એસિટીક એસિડ,સોડિયમ મોનો ક્લોરો એસિટીક એસિડ ઉપરાંત હાઇડ્રોફ્લોરિક એસિડ,સોડિયમ ક્લોરાઈટ અને મિશ્ર ક્લોરો એસિટીક એસિડ બનાવવા માટે પ્રયાવરણીય મંજૂરી માંગવામાં આવતા ગઈકાલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સુત્રેજાની ઉપસ્થિતિમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં ખાસ અરીને હમીરપરગામના અસરગ્રસ્ત લોકોએ પ્રચંડ વિરોધ કરી કોઈપણ સંજોગોમાં માનવ જિંદગી માટે જોખમી એવી આ ફેક્ટરીને મંજૂરી નહીં આપવા સેંકડો લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી ફેકટરીના માલિકો દ્વારા ગ્રામ જનો ઉપર જોર જબરદસ્તી કરતા હોવાનો આરોપ લગાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા અને જાહેર સુનાવણીમાં પોલીસની હાજરી વચ્ચે ફેકટરી માલિકોનો ઉધડો લઈ ગ્રામજનોને નહિ ધમકાવવા તાકીદ કરી જાહેર કોઈ જાતની ધમકી નહીં આપીએ તેવું બોલાવી લોકોમાંથી ભય નો માહોલ દૂર કરવા જણાવ્યું હતું.
વધુમાં આ લોક સુનાવણીમાં પ્રસ્તાવિત ફેક્ટરીની 10 કિલોમીટરની ત્રીજીયામાં આવેલા ગામો ને બોલાવવામાં આયા હતા અને લોકોએ અગાઉ આ ફેક્ટરીએ મંજૂરી વગર કેમિકલ બનાવવાનું શરૂ કરતાં તેમના ઉભા પાક બાલી ગયા હોવાનું તેમજ બોર કૂવાના પાણી પીવા લાયક રહ્યા ન હોવાનું જણાવી ઝેરી હવાથી લોકો ને બળતરા થવી, ખંજવાળ આવવી સહિતની સમસ્યા થતા ફેકટરી આજુબાજુની વાડીઓમાં કામ કરવા માટે મજૂરો પણ આવતા ન હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પર્યાવરણ ઉપરાંત માનવ જિંદગી અને અબોલ પશુઓ માટે અત્યંત જોખમી એવી આ ફોર્ચ્યુન કેમિકલ ફેક્ટરીની લોક સુનાવણી પૂર્વે જ ગ્રામજનોમાં ભારે વિરોધ હોય ગઈકાલે લોક સુનાવણીમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ છતાં ગ્રામજનોનો ગુસ્સો એટલો હતો કે સુનાવણી દરમિયાન પણ લોકોએ હો હ ગોકીરો મચાવતા પોલીસે શાંતિ પૂર્વક લોકોનો ગુસ્સો શાંત કર્યો હતો.
લોક સુનાવણીમાં ફેકટરી મલિકોએ પ્રદુષણ ન થયા તે માટે બગીચો બનાવવાની યોજના રજૂ કરી હતી તો સામે પક્ષે ખેડૂતો એ હજારો એકર જમીનમાં ગ્રીનરી જ હોવાનું જણાવી આ ફેક્ટરીને અન્યત્ર જીઆઈડીસીમાં ખસેડવા જોરદાર મંગની કરી હતી અને આમ છતાં જો મંજૂરી અપાશે તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી. જો કે કેમિકલ ફેક્ટરીને મંજૂરી આપવી કે નહીં તે તો દિલ્હી પ્રદૂષણબોર્ડ જ નક્કી કરશે આમ છતાં ગઈકાલે જે પર્યાવરણીય લોક સુનાવણીમાં માહોલ જોવા મળ્યો તે જોતા હોવી સ્થાનિક તંત્ર કેવો રિપોર્ટ કરે છે તે જોવું રહ્યું.

- text

પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝને બંધ કરાવી હતી
ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરી દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર જોખમી કેમિકલ બનાવવાનું શરૂ કરતાં ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ અગાવ આ ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપી પ્રદુષણ નિયંત્રણ બોર્ડે બંધ કરાવી ટંકારા કોર્ટમાં કેસ પણ કર્યો છે.

ફેક્ટરીની કિંમત બોલો અમે તમને નાણાં આપી દઈએ
ફેકટરીના પ્રદુષણ થઈ ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામ જાણો વતી ટંકારા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય રમીલાબેન ભોરણીયાએ લોક સુનાવણીમાં અધિક કલેકટરની હાજરીમાં ફેકટરીના માલિકોને કહ્યું હતું કે ગ્રામજનો ને પ્રદૂષણથી મુક્ત કરો બોલો તમારી ફેક્ટરીની કિંમત અમે તમને નાણાં આપી દઈએ પણ તમે અહીં થઈ જાવ અમારે પર્યાવરણ કે ગ્રામજનોના સ્વાસ્થ્યના ભોગે વિકાસ નથી જોતો.

તમારા અઢી ટકાના સેવા કામ માટે અમારી કરોડો ની ખેત પેદાશનો બોગ લેવાય છે : ખેડૂતો
પર્યાવરણીય લોક સુનાવણીમાં ફેકટરી માલિકો દ્વારા કંપની ની પ્રોફાઈલ રાજુ કરતા સમયે જણાવ્યું હતું કે કંપની નફો કરશે એટલે નફા ના અઢી ટકા રકમ ગ્રામજનો પાછળ વાપરશે ! જેનો પ્રત્યુતર આપતા ગ્રામજનોએ કહ્યું હતું કે તમારા અઢી ટકા તમારી પાસે રાખો તમારી ફેકટરીના પાપે અમારી જમીન બન્જર નથી કરવી તમારા અઢી ટકા કરતા આમારી કરોડોની ખેતીની આવક સારી છે એટલે અઢી ટકા નફાની લાલચ ન આપો…

- text