બનાસકાંઠામાં બે ટ્રક રાહત સામગ્રી વિતરણ કરતા મોરબીના રાજપર ગામના યુવાનો

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામના યુવાનો દ્વારા ફાળો એકત્રિત કરી બનાસકાંઠાના પૂર પીડિતો માટે બે ટ્રક ભરી હતી સામગ્રી વિતરણ કરવામાં આવી હતી.

રાજપર ગામના નવજીવન યુવા ગ્રુપ દ્વારા બનાસકાંઠાના પૂર પીડિતો માટે ગામમાંથી ફાળો એકત્રિત ક્રવામાંઆવ્યો હતો જેમાંથી નાના બાળકોના કપડાં,ચપ્પલ,પાણીની બોટલ,ફળ,ધાબળા તેમજ રસોઈની કાચી સામગ્રી બે ટ્રક ભરી બનાસકાંઠાના સુખપુર,અદગામ અને વાયદપુરામાં લોકોને હાથો હાથ સહાય પહોંચાડવામાં આવી હતી. વધુમાં અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવા આ કાર્યમા નવજીવન યુવા ગ્રુપના હિતેશભાઈ મારવાણીયા,મનોજભાઈ અઘરા,અનિલભાઈ કોટડીયા,રમેશભાઈ વાઘડિયા કલુભાઈ રામજીભાઈ સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હોવાનું ગ્રુપના અગ્રણી જયેશભાઇ મારવાણીયાની યાદીમાં જણાવાયું છે.

- text

- text