મોરબી જિલ્લાને 100 કરોડનું પેકેજ અપાવવા કૉંગ્રેસ કારોબારીમાં ઠરાવ

- text


જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ટંકારા,વાંકાનેર માળીયા અને મોરબીમાં લીલો દુકાળ : પારાવાર ખાના-ખરાબી

મોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને ત્યારબાદ પૂર ની પરિસ્થિતિમાં વ્યાપક ખાન ખરાબી સર્જતાં કૉંગ્રેસ કારોબારીમાં જિલ્લાને 100 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવા મહેસુલી તંત્રને ફરજ પાડવા અને જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા ખાસ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેર્જના અધ્યક્ષસ્થાને અત્રેના રામધન આશ્રમ ખાતે કૉંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી જેમાં જીએસટીના કારણે વેપારીઓને પડતી મુશ્કેલી,બેરોજગારોને ભથ્થું,અતિવૃષ્ટિને લીધે ઉભી થયેલી સ્થિતિ અંગે પુનઃવસન, સમાન કામ સમાન વેતન,ખેડૂતોને પાક વીમો,ખેત પેદાશના પોષણક્ષમ ભાવ,કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ,પાટીદારોની અનામત,સહિતના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text

આ ઉપરાંત કારોબારી બેઠકમાં મોરબી જીલ્લા માં અતિવૃષ્ટિને લીધે ટંકારા,વાંકાનેર,માળીયા,મોરબી અને હળવદ તાલુકામાં અંશતઃ ખાનાખરાબી ને કારણે ખેડૂતોની જમીન ધોવાણ થયેલ છે,ઉભા પાક બાલી જવાની ભીતિ સેવાઇ રહી હોઈ ત્યારે સમગ્ર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડૂતો,માલધારીઓ,શ્રમિકો અને આમ પ્રજા કે જેને ઘરવખરી ગુમાવી છે,માલમિલ્કતને નુકશાન થયું છે,ઢોરઢાખર તણાઈ ગયા છે તે જોતા મોરબી જિલ્લા ને પૂરતું આર્થિક વળતર આપવું જરૂરી છે.

આ સંજોગોમાં કૉંગ્રેસ કારોબારી બેઠકમાં જિલ્લા ને લીલા દુષ્કાળની સ્થિતિમાં સરકારના મહેસુલી વિભાગ પાસેથી તાબડતોબ પ્રાથમિક સર્વેક્ષણ મુજબ 100 કરોડનું પેકેજ જાહેર કરવા ફરજ પાડવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જિલ્લાની હોસ્પિટલો,કચેરીઓ,રોડ રસ્તાને થયેલ નુક્શન માં તાકીદે કામગીરી કરવા રજુઆત કરવા નક્કી કરાયું હતું.

કારોબારી બેઠકમાં જિલ્લાભરમાંથી બહોળી સઅંખ્યામાં કૉંગ્રેસના સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા.

- text