વરિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓનું વૃક્ષના રોપ આપી સન્માન કરાયું : પ્રકૃતિ જતન કરવા સંકલ્પ કરાયો

- text


હરિયાળી ક્રાંતિની પહેલ કરતો મોરબી વરિયા પ્રજાપતિ સમાજ

મોરબી: મોરબી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા હરિયાળી ક્રાંતિની દિશા કદમ ઉઠાવી તેજસ્વી તારલાઓનું વૃક્ષના રોપ આપી સન્માન કરવાની સાથે પ્રકૃતિ જતન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અત્રેના સો ઓરડી વિસ્તાર ખાતે આવેલ વરિયા મંદિર ખાતે પ્રજાપતિ શૈક્ષણિક સમિતિ મોરબી દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવા માટે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 100 તેજસ્વી તારલાઓને વૃક્ષના રોપ અને પ્રમાણપત્રો આપવમાં આવ્યા હતા ઉપરાંત પાંચ રમતવીરોનું પણ રોપ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રજાપતિ સમાજમાં નાની ઉંમરે વિધવા બનેલા અને ઘરની સઘળી જવાબદારી ઉઠાવી રહેલા 19 ગંગાસ્વરૂપ બહેનોનું ભગવદગીતા અને પ્રમાણપત્ર આપી સન્માન કરવાની સાથે વરિયા મંદિર પ્રાંગણમાં તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વધુમાં આ પ્રસન્ગે હાજર રહેલા 400 જેટલા આમંત્રિત મહેમાનોને પણ જુદા જુદા વૃક્ષના રોપ આપી પ્રકૃતિ જતન અંગે સંકલ્પ કરી હરિયાળી ક્રાંતિ માટે પહેલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ દરમિયાન પુરપીડિતો ને મદદરૂપ થવા માટે કલેક્શન સેન્ટર શરૂ કરી દાનમાં મળેલી રાશિ પૂર પીડિતોને આપવામાં આવી હતી.

- text