કાલે મોરબી પાલિકાના કર્મચારીઓ સરકારના એસ્માના પરિપત્રની હોળી કરશે

- text


મોરબી : રાજ્ય સરકારે નગરપાલિકાની સેવાઓને આવશ્યક સેવા જાહેર કારિયા સેવા ખોરવાય તો એસ્મા હેઠળ પગલાં ભરવા પરિપત્ર કરતા સરકારના આ નિર્ણયના વિરોધમાં આવતીકાલે પાલિકા કર્મચારીઓ દ્વારા સરકારના પરિપત્રની હોળી કરવામાં આવશે.

- text

નગરપાલિકા કર્મચારીઓની સંભવત; હડતાળને ધ્યાને લઇ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાની ગટર,સફાઈ,પાણી,લાઈટ અને ફાયર બ્રિગેડ સહિતની સેવાઓ ને તારીખ 15 જુલાઈથી આવશ્યક સેવા હેઠળ લઇ લેતા પાલિકા કર્મચારીઓ રોષે ભરાયા છે.
અને આવતીકાલે સવારે સરકારના આ પરિપત્રની નગરપાલિકા ખાતે જાહેરમાં હોળી કરી વિરોધ પ્રદર્શન કારવામાં આવનાર હોવાનું કર્મચારી મહામંડલના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text