હળવદ જૂથ અથડામણના પગલે મોરબી જિલ્લામાં કાલે બપોર 12 વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ

મોરબી : મોરબી જિલ્લાના હળવદમાં દરબાર અને ભરવાડ જૂથ વચ્ચે સર્જાયેલી અથડામણના પગલે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કલ બપોર 12 વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરવાના સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે. આ અંગે મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે હળવદની ઘટના ના પગલે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવાથી વાતાવરણ વધુ ના બગડે તે માટે તકેદારીના ભાગ રૂપે ગુરુવાર આજે રાત્રે 9 થી કલ શુક્રવાર બપોરના 12 વાગ્યા સુધી મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે કલેક્ટરે લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે