મોરબી : સામુહિક આરોગ્યકેન્દ્રમાંથી વિધવા અંગેનાં પ્રમાણપત્ર આપવા રજૂઆત

- text


મોરબી : જિલ્લા પંચાયત મોરબીનાં પ્રમુખ સોનલબેન જાકાસણીયાએ કમિશ્નરશ્રી આરોગ્ય અને તબીબી સેવા અને શિક્ષણ વિભાગ ગાંધીનગરને વિધવા બહેનોનાં વિધવા અંગેનાં પ્રમાણપત્ર આપવા બાબતે અરજી કરતા જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં તમામ તાલુકાઓમાં વિધવા બહેનોનાં વિધાવ અંગેનાં પ્રમાણપત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ડોકટરો મારફત આપવામાં આવતા હતા જે પ્રમાણપત્રો સંદર્ભવાળા પરિપત્રથી બંધ કરવામાં આવ્યા છે. અને ફક્ત વૃદ્ધોને ઉંમરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. સંદર્ભવાળા પરિપત્ર પરથી વિધવા અંગેનાં પ્રમાણપત્ર બંધ કરવામાં આવ્યા છે. જે પ્રમાણ મેળવવા સિવિલ હોસ્પિટલ ખાતે દૂરદૂર ગામડાઓમાંથી ધક્કા ખાવા પડે છે. ઉપરાંત પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલી પડતા વિધવા બહેનોનું પેન્શન સમયસર મળતું નથી. જેના કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે. આ અંગે પ્રમાણપત્રો સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મળી રહે તે માટેનો પરિપત્ર આપવાની ભલામણ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા કરી છે.

- text

 

- text