મોરબી જિલ્લાનાં ગુજરાત ક્ષત્રિય યુવા સંઘે કલેકટરને આવેદનપત્ર આપ્યું

- text


જ્ઞાતિ આધારિત અનામતની બદલે બિન અનામત આપવા અને જ્ઞાતિને થયેલા અન્યાય દૂર કરવા માંગણી

મોરબી જિલ્લાના ગુજરાત ક્ષત્રિય યુવા સંઘે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન આપી જ્ઞાતિ આધારિત અનામતની નીતિ બદલી બિન અનામત જ્ઞાતિને થયેલા અન્યાય દૂર કરવા માંગ કરી છે. આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની હાલની જ્ઞાતિ આધારિત અનામત નીતિ સંપૂર્ણપણે મારું એ પોતાનું અને તારું મારું સહિયારું મુજબની છે. જે બિન અનામત જ્ઞાતિજનોને હળહળતો અન્યાય છે. આ પહેલા આવી કોઈ નીતિ હતી જ નહીં. અનામતવાળા ઉમેદવાર કાં તો અનામતમાંથી ઉમેદવારી કરવી જોઈએ અથવા તો બિન અનામતમાંથી. બંને જગ્યાએ લાભ ન મળી શકે. એ પ્રકારની સરકારની નીતિ હતી. પરંતુ આ પક્ષની સરકારમાં એકાએક આ વ્યાખ્યા બદલીને આ પ્રકારનો ભારે અન્યાય ઈરાદાપૂર્વક કરાઈ રહ્યો છે. જે રીતે મહિલા અનામત સરકારની નીતિ છે એ મુજબ અનામતની વ્યાખ્યા એ મીનીમમ ગેરેંટી હોવી જોઈએ. રાજ્યમાં ક્યાંય ન હોય એવા આ કાળા કાયદા દ્વારા બિન અનામત જાતિઓના બાળકોને ભવિષ્યમાં લોકોનાં ગુલામ બનાવવાની આ તૈયારી છે. ત્યારે તમામ જ્ઞાતિઓ અને તમામ નાગરિકોને સમાન રીતે જોવાય તે માટે અન્યાયકારી નીતિ બદલીને અનામત એટલે મીનીમમ ગેરેંટી મુજબની વ્યાખ્યામાં અમલમાં મુકાઈ તેવી માંગ થઈ છે. આ માંગ ન સંતોષાય તો ભવિષ્યમાં સાથની આશા ન રાખવા ક્ષત્રિય યુવાસંઘે જણાવ્યું છે.

- text

- text