મોરબીવાસીઓની પ્રિય ભવાની સોડા : કડવી સોડાથી થાય છે પેટની અનેક બીમારીઓ દૂર

- text


લોકોના ટેસ્ટ મુજબ ૧૨૦ જાતના સરબત બનાવતું ભવાની સોડા : મોરબીમાં ૧૯૯૧થી કાર્યરત

મોરબીના લોકોનો ખાણીપીણીમાં હંમેશા એક અલગ જ અંદાજ સામે આવ્યો છે. ત્યારે અહીના લોકોની પસંદગીના ટેસ્ટ અનુસાર વાનગીઓ પીરસવામાં આવે છે. ઠંડા પીણામાં પણ લોકોનો અલગ અલગ ટેસ્ટ હોય છે. લોકોના વિવિધ ટેસ્ટને પારખીને મોરબીની લોકપ્રિય ભવાની સોડા તેના વિવિધ સરબતના લીધે પ્રખ્યાત છે. તે અંદાજે ૧૨૦ જાતના સરબત બનાવે છે. કડવી સોડા તેની સ્પેશિયલ સોડા છે. કડવી સોડાએ પેટના અનેક બીમારીનું એક્સીર ઈલાજ છે. ભવાની સોડાની તેના સ્પેશિયલ સરબતની કેટલીક પદ્ધતિઓ અને તેનાથી થતા લાભો વિશેની માહિતી મોરબી અપડેટ સાથે શેર કરી છે.

- text

ADVT.

મોરબીમાં રવાપર રોડ પર આવેલી ભવાની સોડા છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત છે. આ વર્ષોમાં તેને લોકોની પસંદગી મુજબના વિવિધ સરબત બનાવીને અનેક લોકચાહના મેળવી છે. આ સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણી સાથે પેટની અનેક બીમારીઓ દૂર કરે તેવી કડવી સોડા પણ તેમની સ્પેશિયલ સોડા છે. જેના માટે દૂરદૂરથી લોકો આ સોડા પીવા માટે આવે છે. ભવાની સોડાના માલિક હીરાલાલ જેઠાલાલ અંગે મોરબી અપડેટને જણાવે છે કે, પહેલા તે પોતાના ઘરે બીડી બનવાનું ગૃહ ઉદ્યોગ કરતા બાદમાં લોકોને કઈક નવું આપવા માટે ૧૯૯૧માં “ભવાની સોડા” દુકાન શરૂ કરી હતી. તેમ લોકોની માંગ અનુસાર નવી નવી સોડા બનાવતા ગયા. છેલ્લા ૭ વર્ષથી હીરાલાલના બંને દીકરા આ શોપ ચલાવે છે. દીપક હીરાલાલ મંગે બીકોમનો અભ્યાસ પૂર્ણ કરીને અને કુમાર હીરાલાલ મંગે બી.ઈ. એન્જીનીયરીંગ કરીને બંને ભાઈ પિતાના વ્યવસાયને આગળ વધારવાનું પસંદ કર્યું. આજે બંને ભાઈઓ મળીને રેગ્યુલર ૪૦થી ૫૦ જેટલા સરબત બનાવે છે અને ગ્રાહકની પસંદગી અનુસાર મિક્સ કરીને અંદાજીત ૧૦૦થી ૧૨૦ જેટલા સરબત બનાવે છે.
ઉનાળાની સિઝનમાં અહી લોકોની ભીડ જામે છે. દરરોજનાં ૮૦૦થી ૯૦૦ લોકો સરબત પીવા માટે આવે છે. જમ્યા બાદ સરબત પીવાની અહીના લોકોની જાણે એક આદત બની ગઈ છે. કુમાર અને દીપક વધુમાં મોરબી અપડેટને જણાવે છે કે, વર્તમાન સમયમાં ભાગદોડવાળી જીવનશૈલીમાં લોકોમાં એસીડીટી, અપચો, કબજિયાત જેવા પેટના અનેક રોગો જાણે વધતા જાય છે. તેથી લોકોના સ્વસ્થ્યનું ધ્યાન રાખીને અહી ખાસ પ્રકારની કડવી સોડા બનાવામાં આવે છે જે પીવાથી લોકોને પેટનો દુખાવો, અપચો અને કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર થાય છે. અહીં પેટનાં રોડ માટેની સ્પેશિયલ સોડા બનાવામાં આવે છે. આ કડવી સોડા સંચાર, લીંબુ, આદું, સ્પેશિયલ કડવો મસાલાથી બનાવામાં આવે છે. તેમજ એસિડીટી સોડા પણ લોકો અહી પીવા માટે આવે છે. એસિડીટી માટેની સોડા લાલ કલરની હોય છે. તેની અંદર મેન્થોલ, સાકર, સુકાયેલી દ્રાક્ષનો રસ, ગુલાબનાં પાન તથા આદું મિક્સ કરીને બનાવામાં આવે છે. જે પીધા બાદ માત્ર ૧૦ મિનીટમાં એસિડીટી દૂર થાય છે. આમ ભવાની સોડા પોતાના વિવિધ સરબતના અલગ અંદાજથી પોતાની આગવી ઓળખ ઉભી કરે છે.⁠⁠⁠⁠

- text