મોરબી : સાજણ મારી લાખોમાં એક : ફિલ્મનો ગ્રાન્ડ પ્રિમીયર શો યોજાયો

- text


આ પ્રિમીયર ફિલ્મ શોમાં ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા

મોરબી : મોરબીમાં સંતોની મોજ ગ્રુપ દ્વારા જય કાનાદાદા ફિલ્મસ પ્રોડકશન જબલપુર – ટંકારાનું ‘સાજણ મારી લાખોમાં એક’ ફિલ્મનો ગ્રાન્ડ પ્રિમીયર-શો રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો ઉપરાંત સમગ્ર ફિલ્મની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે ‘સાજણ મારી લાખોમાં એક’ ગ્રાન્ડ પ્રિમીયર-શોમાં ફિલ્મના તમામ કલાકારો હાજર રહ્યા હતા . ઉપરાંત આ ફિલ્મ શોનાં ઉદ્દ્ઘાટન ભૂવાશ્રી ધીરુભાઈ પરમાર (ધ્રાંગધ્રા) અને શ્રી કાન્તિભાઈ અમૃતિયા (ધારા સભ્યશ્રી મોરબી-માળીયા), શ્રી સંજયભાઈ મેરજા (ઉધોગ પતિશ્રી), તેમજ શ્રી ગીતાબેન કંઝારીયા (પ્રમુખશ્રી મોરબી નગરપાલીકા), શ્રી ભરતભાઈ જારીયા (ઉપપ્રમુખશ્રી મોરબી નગરપાલીકા), શ્રી દિલિપભાઈ બરાસરા (સંદેશ બ્યૂરો) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રિમીયર ફિલ્મ શોમાં સુપ્રસિદ્ધ કલાકારો ની સાથે અશોક પટેલ (સમ્રાટ ફીલ્મસ-ગોંડલ), મનોજ-વિમલ (મ્યુઝિક ડાયરેકટર), ભાણાભાઈ (ડિસ્ટ્રીબ્યુટર), રાજૂ વસાવડા (કો.ડાયરેકટર), હિતેષ બેલદાર (ડી.ઓ.પી), સોહિલ ઠક્કર (ગીતા ફીલ્મસ, રાજકોટ), હિતેષભાઇ મહેતા (પ્રિન્સીપાલ ભારતીય વિધાલય), નમ્રતા જેટી (સિરીયલ આર્ટિસ્ટ), બળવંતભાઈ ભટ્ટ (ઉપપ્રમુખશ્રી ગ્રાહક સુરક્ષા મંડળ), સુનીલભાઈ વાઘેલા (ફિલ્મ અભિનેતા) મહેમાનોએ સવિશેષહાજરી આપી હતી. ‘સાજણ મારી લાખોમાં એક’ ફિલ્મના નિર્માતા કાનાદાદા ફિલ્મ પ્રોડકશનનાં ગૌતમભાઈ સોલંકી ૯૮૭૯૪૧૮૨૧૭, નાનજીભાઇ ચાવડા ૯૦૯૯૧૭૪૪૭૮ અને દિગ્દર્શક લાલજીભાઇ મહેતા ૯૮૨૫૭૯૦૪૧૨એ હાજર મેહમાનોનું સ્વાગત કરી આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નહિ પણ મનોરંજનની સાથે સમાજના કુરિવાજો, સ્ત્રીભૃણ હત્યા જેવા વિષયો પર જાગૃતિ માટે બનાવાઈ હોવાનું અને આ ફિલ્મને દરેકે અવશ્ય જોવા નમ્ર અપીલ કરી હતી.

 

- text