મોરબી જિલ્લામાં ચોરીને અંજામ આપતી ગેંગના 2 સાગ્રીતો ઝડપાયા

- text


મોરબી LCBએ ઝડપી લીધા : હળવદની 2 સહીત 6 જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત : ચોરો પાસેથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદામાલ ઝડપાયો 

મોરબી : મોરબી ગેંડા સર્કલ પાસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીનાં આધારે એલ સી બી મોરબી પેરોલ ફર્લો સ્કોડને મળેલી બાતમીને આધારે  જીલુ ઉર્ફે જીલીયો દેવીપૂજક ઉ.વ. ૨૧ અને સંજય દેવીપૂજક ઉ.વ. ૨૬ પર શંકા જણાતા પકડીને કડક પૂછપરછ કરતા આરોપીઓએ પોતાના સાગ્રીતો સુરેશ તખુ દેવીપૂજક, ભના શંભુ દેવીપૂજક, ગડો વિનોદ દેવીપૂજક, વિનોદ જેમાં કાના દેવીપૂજક સહીતનાઓની સાથે મળી મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી. જેમાં હળવદના આંબેડકર નગરમાંથી કુલ રૂ. ૩૫ ૦૦૦ના મુદ્દામાલ ચોરી તેમજ હળવદની ગિરનારી નગર સોસાયટીમાં કુલ રૂ. ૯૩.૫૦૦નાં મુદ્દામાલની ચોરી કર્યાનું પ્રાથમિક તપાસમાં કબુલ્યું હતું. આમ, પોલીસે કુલ ૨ આરોપીને પકડી પાડી તેની પાસેથી હળવદની ચોરીમાં ચોરાયેલા ૭૭.૭૨૪ રૂ.ના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ એલસીબી પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીએ હળવદની બે ચોરી ઉપરાંત મોરબીમાં  (૧) છ મહિના પહેલા ઘુટુ ગામે સિરામિકની ઓરડીમાં, (૨) એ ચોરીના ચાર-પાંચ દિવસ બાદ ઘુટુ ગામમાં જ એક કારખાનામાં, (૩) દોઢ મહિના પહેલા માળિયા હાઈવે રોડ પર આવેલી આસ્થા મીલ પાસે કેબીન તોડી અને (૪) દોઢ મહિના અગાઉ માળિયા હાઈવે રોડ પર આસ્થા મીલની બાજુની એક ઓફીસમાંથી ટીવી ચોરીની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કરી આરોપીનાં સાથીદારોને પણ દબોચી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

 

 

- text