મોરબી : લાઈન્સ નગર પ્રાથમિક શાળામાં વોટર બોટલ તથા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબી : લાયન્સ નગર પ્રાથમિક શાળાનાં ધોરણ ૧થી ૮નાં વિદ્યાર્થીઓને વોટર બોટલ તેમજ ધોરણ ૫થી ૮નાં વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાતાશ્રીઓએ વિશેષ ઉપસ્થિત નોંધાવી કાર્યક્રમને સરસ અને સફળ બનાવ્યો હતો. પ્રાથમિક શાળાનાં બાળકોને વોટર બેગ અને ફુલસ્કેપ ચોપડા મળતા વિદ્યાથી-વ્હાલીમાં બહુ જ આનંદ ને ખુશી જોવા મળી હતી. આ તબક્કે લાયન્સ નગર શાળાનાં સ્ટાફમિત્રોએ સર્વ દાતાઓનો આભાર વ્યક્ત કરેલો છે. આ પ્રસંગે ભાવિપ્રસાદ રાવલ ફાઉન્ડર ગ્રુપ ઓફ જોય ઓફ ગિવિંગ ગ્રુપ મોરબી તથા ઘનશ્યામભાઈ અઘેરા સહિત જોય ઓફ ગિવિંગ ગ્રુપના અન્ય સભ્યો ઉપસ્થિત રહી સમાજસેવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.

- text