મોરબી : સિમ્પોલો ગ્રુપ દ્વારા વિઝન લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી અને આખા ભારતનું ગૌરવ તેવા સિમ્પોલો ગ્રુપ દ્વારા વિઝન લોન્ચીંગના કાર્યક્રમમાં સિરામિક એસોસિયેશન પ્રમુખ નિલેશ જેતપરિયા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. સ્કાય મોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંગે નિલેશ જેતપરિયા જણાવ્યુ હતુ કે,  હાલ સિરામિક ઉદ્યોગ દ્વારા વધુમાં વધુ દેશોમાં મોરબીનો સિરામિક માલ વેચાણ થાય તેવા પ્રયાસો કરી ઉદ્યોગપતિઓ અને એસોસિએશન લેવલે કામગીરી કરવામાં આવી રહી છે તો એક્સપોર્ટ પ્રમાણ વધતા વધુને વધુ સારી ક્વોલેટી ટાઈલ્સ તેમજ મોટા વિઝન સાથે હાલ દરેક ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યા છે.

- text

મોરબી સિરામિક એસો. નીલેશ જેતપરિયા વધુમાં પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સીમ્પોલો ગ્રુપના વિઝન જાણીને ખરેખર સિરામીક ઉદ્યોગના પ્રમુખ તરીકે ગર્વની લાગણીનો અનુભવ થયો છે. મોરબીના બીજા ઉદ્યોગકારોને પણ  સિમ્પોલો ગ્રુપની જેમ આગળ આવીને વિશ્વમાં મોરબીના સિરામિક ઉદ્યોગને આગળ લઇ જવા આહવાન કરૂ છું સાથોસાથ સિમ્પોલો ગ્રુપને અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમનમાં મોટીવેશનલ ગુરૂ સંતોષ નાયર પણ હાજર રહ્યા હતા. જેમને હાજર સિમ્પોલો ગ્રુપના સ્ટાફ અને ઉદ્યોગપતિઓને મોટીવેટ કાર્ય હતા. આ તકે સિમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ પટેલ સહિતના અગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text