મોરબી : નજીવી બાબતમાં ૨ અલગ-અલગ હુમલાની ફરિયાદ નોંધાઈ

- text


મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ભગવતી પાર્કમાં રહેતા મુકેશભાઇ મહાદેવભાઇ ફૂલતરિયા ઉ.વ.30 ગઇકાલે ઘરે જતાં હતાં ત્યારે ભગવતીપરામાં રહેતા ભાવેશ તથા તેમના ભાઈ અને કિશોર બાવાજીએ છોકરા બાબતમાં થયેલી માથાકૂટનો ખાર રાખીને આ ત્રણેય શખ્સે તેમના ઘરે જઈને ગાળા ગાળી કરી લોખંડના પાઇપ અને ધારીયાથી હુમલો કર્યો હતો. ઘાયલ યુવાનને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે આ ત્રણેય શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

અન્ય એક ઘટનામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા રેવા ટાઉનશીપમાં રહેતાં દિનેશભાઇ મહાસુખભાઇ દવે ગઇકાલે બપોરે ૧ વાગ્યાની આસપાસ અંજતા ટ્રાન્સપોર્ટની ઓફિસે કામ કરી રહ્યા હતાં ત્યારે હિમાંશુભાઈ ભાલોડીયા દીવાલ તોડવાનું બ્રેકર જેવુ સાધન લઈને ઓફિસે આવ્યા હતાં અને ઓફિસમાં પ્રવેશ કરીને ઓફિસને નુકશાન કરીને દિનેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. આથી દિનેશભાઇએ હિમાંશુભાઈ પ્રવિણભાઈ ભાલોડીયા વિરુધ્ધ એ ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ અંગે હાથધરી છે.

પોલીસે આ બંને ઘટના પરથી ફરીયાદ નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરેલી છે.

- text