ટંકારા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આર્ય સમાજ દ્વારા શુદ્ધિ યજ્ઞ યોજાયો

- text


નગરજનો દ્વારા આહુતી આપી પર્યાવરણ બચાવવાનુ બીડું ઝડપ્યું

ટંકારા : વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત ટંકારામા સમાજ ઉપયોગી તેમજ જીવ કલ્યાણ અને રાષ્ટ્રના ભાવિ સમા યુવાધનનુ તન, મન ઘડવાની પ્રસંશનીય પ્રવૃત્તિ કરતી આર્યસમાજ સંસ્થા દ્વારા હાલમાં પર્યાવરણનાં પ્રદૂષણની સમસ્યાથી પિડાતા પ્રજાજનોની સુખાકારી માટે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞનુ આયોજન કરાયુ હતું. આર્યસમાજના વિરો અને વિરાગંના દ્વારા સવારે ૯ થી ૧૨ લક્ષ્મિનારાયણ નગર પાસે હાઈવે કાંઠે આવેલા કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે તથા સાંજે ૪ થી ૭ ઉગમણાનાકા પાસે ચિત્રકુટધામ ખાતે વાતાવરણ શુદ્ધિ યજ્ઞ યોજાયેલો હતો જેમા શહેરના નગરજનોએ લાભ લઈ ૧૧ આહુતિ આપીને પર્યાવરણ શુદ્ધિમાં યોગદાન આપ્યું હતું. આજના સમયમાં જિંદગીની મુખ્ય સમસ્યા પ્રદૂષણ છે. ધુળના ઝેરી કંણો શ્વાસ મારફતે શરીરમાં જઈ સ્વાસ્થ પર ગંભીર અસર કરે છે. આજે આપ જાણો છો કે ગરમીના કારણે કાળા માથાનો માનવી આકુળ વ્યાકુળ બન્યો છે. આકાશના પારજાંબલી કિરણોને રોકતુ ઓઝોનનાં પળમા ભંગાણ થઈ ગયુ છે. જેનુ નુકશાન બધા ભોગવી રહ્યા છે જેનો ઉપાય માત્ર હવન કરવું છે જેનો પ્રયાસ ટંકારા એ કર્યો હતો.
અનિયંત્રિત ઔદ્યોગિકીકરણ અને ભૌતિકતાવાદી જીવનશૈલીથી આપણે જ વાતાવરણને દુષિત કરીએ છીએ પરિણામે દુષિત પર્યાવરણથી અનેક પ્રકારના ગંભીર રોગોને નિમંત્રણ આપીએ છીએ. દુષિત વાતાવરણથી હવા, પ્રકાશ, જમીન, આકાશ, પાણી, ધ્વનિ સહિતના સકંજામા ફસાઈ ચૂકયા છે. અંધાધૂંધ રસાયણોના વપરાશથી આપણને મળતા કુદરતી રક્ષા કવચને પણ આપણે જ નુકશાન પહોચાડી રહ્યા છીએ. પ્રદૂષિત પર્યાવરણથી માનવ આયુષ્ય પણ ઘટી રહ્યુ છે. તેથી યજ્ઞએ પ્રાચિન વૈદિક પ્રકિ઼યા હોય યજ્ઞકુંડમાં વપરાતી સમિધા ગાયનું ઘી, વિવિધ ઔષધિય પદાથોઁ મિશ્રીત સામગ્રી વાયુ પ્રદૂષણ નિવારણમા લાભ કરે છે. તેથી આ યજ્ઞનું આયોજન કરાયુ હતું. આ યજ્ઞને અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય છે આ ઉપરાંત ટંકારા તાલુકાના તમામ લોકો આ હવનથી વાકેફ કર્યા હતા અને સવાર સાંજ નિયમિત રીતે હવન થાય તેની માહિતી અપાઈ હતી.

- text