મોરબીમાં સ્કૂટરમાં જતી મહિલાના ખંભેથી પર્સની ચીલઝડપ

- text


શનાળા રોડ પર ધોળા દિવસે પાછળથી બાઇકમાં આવેલા 2 શખસોનું પરાક્રમ

 

મોરબી : શહેરમાં આજે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે પર્સની ચીલઝડપનો બનાવ બન્યો હતો. આ બનાવમાં શનાળા રોડ પર સ્કૂટરમાં જતી મહિલાના ખંભેથી પાછળ બાઇકમાં આવેલા શખસોએ પર્સની ચીલઝડપ સાથે ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે બનાવની ફરિયાદ નોંધી ઉઠાવગીરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ હાલ ધ્રાંગધ્રા સાસરે રહેતા અને મોરબી પોતાના પીરમાં આવેલા નિરજદેવી જીગ્નેશભાઈ લુહાણા (ઉ.30) પોતાના પ્લેઝર સ્કૂટર નં. જીજે 3ડીકે 8794 લઈને આજે સવારે શનાળા રોડ પર જીઆઈડીસીના નાકા પાસે પોહ્ચ્યા ત્યારે પાછળથી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખસોએ ચાલુ બાઇકે મહિલાના ખંભે લટકતા પર્સની ઉઠાંતરી કરી રફુચક્કર થઇ ગયા હતા. પર્સમાં રોકડ રૂપિયા ઉપરાંત 2 મોબાઈલ અને ATM કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી મહિલા પીએસઆઇ લખધીરકા મેડમે આગળની તાપસ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ CCTV ફૂટેજના આધારે પોલીસે પર્સની ચીલઝડપ કરનારા શખસોની ઓળખ મેળવી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text

- text