મોરબી : પ્રથમ વખત જીપીએસસીની પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું

- text


મોરબીને અલગ જિલ્લાનું સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત મોરબી જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જીપીએસસીની લેવાનારી પરીક્ષાની તૈયારી માટે જિલ્લા વહિવટી તંત્ર ધંધે લાગ્યું છે.
મોરબી જિલ્લામાં ૪ જુનનાં રોજ જીપીએસસી વર્ગ ૧ અને ૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. જે પરીક્ષા માટે ૧૩ બિલ્ડીંગોમાં ૧૪૬ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લાનાં ૩૫૦૨ ઉમેદવારો પરીક્ષા આપશે. જીપીએસસીની પરીક્ષા બે ભાગમાં સવારે ૧૧થી ૧ અને સાંજે ૩થી ૫ વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ સમગ્ર આયોજનને ધ્યાનમાં રાખી કલેકટર આઈ. કે. પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જે દરમિયાન પરીક્ષાનાં કોઓર્ડીનેટર તરીકે મોરબી ડી.આર.ડી.ઓ. બર્વે તથા નાયબ કોઓર્ડીનેટર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. દવેની નિમણુક કરવામાં આવી છે. તેમજ પરીક્ષાનાં નિરિક્ષણની જવાબદારી આયોગ વર્ગ ૧ના અધિકારીઓને અને સુપરવાઈઝરની જવાબદારી વર્ગ ૨નાં અધિકારીઓ સહિત ૨૦૦ જેટલા વ્યક્તિઓનાં સ્ટાફને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી છે.

- text

- text