- text
મોરબી : સો ઓરડી વિસ્તારમાં રહેતા શક્તિસિંહ રઘુવીરસિંહ ગોહિલ (ઉ.વ.૩૦) નામના યુવાને આજે હાઇવે પર ટ્રકમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આપઘાત કરનાર યુવાન શક્તિસિંહ ગોહિલ ટ્રક ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હતા. હાઈવે પરના શક્તિ ચેમ્બર નજીકના મનોજ ટ્રાન્સપોર્ટ પાસે પાર્ક કરેલી ટ્રકમાં પાછળના ભાગમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
- text