મોરબી : સામાન્ય પરિવારના છાત્રોની અસામાન્ય સિદ્ધિ

- text


 

હેડ કોન્સ્ટેબલની પુત્રી કૌશર પટેલ અને ફાયરમેનના પુત્ર ભાવિક પુરોહિતે A૧ ગ્રેડ મેળવ્યા

- text

મોરબી : આજે એસએસસીનું પરિણામ જાહેર થયું છે. મોરબી જીલ્લામાં આમ તો કુલ ૮૧ છાત્રોએ A૧ ગ્રેડ મેળવ્યો છે. પરતું તેમાં સામાન્ય પરિવારના ફાયરમેનના પુત્રએ ૯૯.૯૯ પીઆર મેળવી બોર્ડ ફસ્ટ આવ્યો છે. જયારે મોરબીના હેડ કોન્સ્ટેબલની પુત્રીએ ૯૯.૯૦ પીઆર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે.
મોરબીની સર્વોપરી સ્કુલમાં અભ્યાસ કરતા અને નવલખી પોર્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ પુરોહિતના પુત્ર ભાવિકે SSCમાં ૯૯.૯૯ પીઆર સાથે ૯૬.૮૩ ટકા સાથે મોરબી જીલ્લાની સાથે ગુજરાત બોર્ડ ફસ્ટ આવ્યો છે. ભાવીકે આગળ કોમર્સમાં અભ્યાસ કરી CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જયારે મોરબીની નીલકંઠ સ્કૂલ અને પ્રગતિ કલાસિસમાં અભ્યાસ કરતી અને એલસીબીનાં હેડ કોન્સ્ટેબલ ફારુખભાઈ પટેલની દીકરી કૌશર પટેલે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૦ પી.આર. સાથે ૯૩.૫૦. પર્સનટાઈલ સાથે એ1 ગ્રેડ મેળવી સમગ્ર એલસીબી પોલીસ પરિવાર સહિત શાળા, કલાસિસ અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. કૌશરે ભવિષ્યમાં ડોકટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી માતા-પિતા અને વડીલોનો આભાર માની સૌનાં આશીર્વાદ લીધા હતા. એક સામાન્ય પરિવારની મહેનતું છોકરીએ અથાક પરિશ્રમ થકી ઈચ્છીત પરિણામ હાંસલ કરી સૌને ગૌરવ અપાવ્યું છે.
જયારે મોરબી ની ગીતાંજલી સ્કૂલમા અભ્યાસ કરતી સામાન્ય પરિવાર ની દીકરી દવે મૈત્રી દિલીપભાઈ ૯૯.૫૮ પીઆર અને ૯૧ % સાથે પરિવાર અને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. મૈત્રી ભવિષ્યમાં CA બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

 

- text