મોરબી પાલિકાના ઉપપ્રમુખે રાજીનામુ આપી દીધું

- text


 

અવિશ્વાસની દરખાસ્ત માટે કાલે બોર્ડ મળે તે પહેલાં આજે કલેકટરને રાજીનામું સુપ્રત કર્યું

મોરબી : મોરબી નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કૉંગ્રેસના 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. આ માટે પ્રથમ ઉપપ્રમુખ સામે ની અવિશ્વાસની દરખાસ્ત માટે 27મીએ બોર્ડ બોલવા માં આવ્યું હતું. પરંતુ આજે અચાનક જ પાલિકા ના ઉપપ્રમુખ અનિલ મેહતાએ ઉપપ્રમુખના હોદા પરથી પોતાનું રાજીનામુ કલેકટરને આપી દીધું હતું. જેના કારણે હવે આવતી કાલે મળનારું બોર્ડ મુલતવી રહેશે. ઉપપ્રમુખએ બોર્ડ પહેલાજ રાજીનામુ આપી સૌને ચોંકાવી દીધા છે. હાલ તો કૉંગ્રેસ ઉપપ્રમુખને દૂર કરવાની પોતાની ચાલ માં સફળ થતી જોવા મળી રહી છે. હવે પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સામે ની અવિશ્વાસની દરખાસ્ત માટે 31મીએ બોલાવેલા બોર્ડમાં શુ થાય છે ? અને તે બોર્ડ પેહલા પણ આવો કોઈ રાજકીય આંચકો જોવા મળશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.

- text

- text