મોરબી : રાવળદેવ યુવાનની હત્યામાં ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો

- text


- text

લાલો છગન કોળી, રામુ રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર સામે હત્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : આજે રવિવારે સવારે જૂની અદાવતમાં સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની તીક્ષણ હથિયારથી હત્યા કરવામાં ના બનાવમાં પોલીસે ત્રણ શખસો સામે હત્યાનો ગુન્હો નોંધી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
સામાકાંઠે રામકૃષ્ણ નગરમાં રહેતા રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણ અને કલ્પેશ કાંતિલાલ મકવાણા પર આજે સવારે તેના ઘર પાસે ત્રણ શખસોએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાનને ગંભીર ઇજા થતા પ્રથમ સરકારી બાદ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. જ્યાં રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણનું ટૂંકી સારવાર બાદ મુત્યુ હતું. જ્યારે કલ્પેશ કાંતિલાલ મકવાણા નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત કલ્પેશ કાંતિલાલ મકવાણાએ ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં લાલો છગન કોળી, રામુ રાજુ ચાવડા અને લાલો મનુભા દરબાર સામે રાવળદેવ યુવાન કાનો વાસુદેવભાઇ ચૌહાણની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું જણાવ્યું છે. આ ત્રણેય શખસો વારંવાર પૈસા વાપરવા માંગતા હતા. જે પૈસા આપવાની ના પડતા ત્રણયે ઉશ્કેરાઈ જઈ કાનો વાસુદેવભાઇ ચૌહાણના છાતી અને પેટના ભાગે છરીના ઘા મારી મોત નિપજાવ્યું હતું. મોરબી બી ડિવિઝન પોલીસે હાલ ત્રણેય સામે કલમ 302 હેઠળ હત્યાનો ગુન્હો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text