મોરબીમાં પાણી -ગટર પ્રશ્ને પાલિકા કચેરીએ રજૂઆતોનો મારો

- text


દોઢ કલાકમાં વારાફરતી ૧૦ વિસ્તારના લોકો રજૂઆત કરવા આવ્યા

- text

મોરબી : નગરપાલિકા તંત્ર લોકોના પ્રશ્ન ઉકેલવામાં કેટલી હદે નિષ્ફળ ગયું છે તેની પાલીકા કચેરીએ આવેલા ૧૦ વિસ્તારના લોકોની સમસ્યાએ પ્રતીતિ કરાવી હતી. દોઢ કલાકમાં વારાફરતી ૧૦ વિસ્તારના લોકો પાલિકા કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને પાણી તથા ગટર પ્રશ્નને રજૂઆતોનો મારો ચલાવ્યો હતો.
મોરબી નગરપાલિકા કચેરીમાં દોઢ કલાકના સમય ગાળામાં એક પછી એક એમ સતત દસ વિસ્તારના અલગ અલગ લોકો પોતાના વિસ્તારની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા ઘસી આવ્યા હતા. જેમાં મશાલની વાડીના ૧૫ થી ૨૦ લોકો પાણી ના પ્રશ્ન પાલિકામાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા બે માસથી અનિયમિત પાણી આવી રહ્યું છે. તેથી વાડી વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નની યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. તેમના ગયા પછી વાવડી રોડ પરના સરદાર યાર્ડ નજીકના રોડ પ્રેશ્નને લોકો ધસી આવ્યા હતા. લોકોએ જણાવ્યું કે તેમના વિસ્તારના રોડનું કામ અધૂરું છોડી દેવાયું છે. તેથી લોકોને અવરજવર કરવામાં હાલાકી પડે છે. આં લોકો ગયા પછી વીસીપરા, નાનીબજાર, મેઘાણીશેરી , સાવાસર પ્લોટ, મેહેન્દ્ર પરા, કાલિકા પ્લોટ, કેલારા શેરી ના લોકો ગટર પ્રશ્નને રજૂઆત કરવા પાલિકાકચેરીએ દોડી આવ્યા હતા. એક પછી એક આં વિસ્તારના લોકોએ ગટરના પ્રશ્નને રજૂઆતોનો મારો ચલાવ્યો હતો. આ વિસ્તારમાં વર્ષોથી ભુર્ગભ ગટર ઉભારવાનો પ્રશ્ન છે. ગટરની ભયંકર ગંદકીથી લોકોના આરોગ્ય પર જોખમ રહે છે.તેથી લોકોએ ગટર પ્રશ્નને યોગ્ય પગલા ભરવાની રજૂઆત કરી હતી. આમ આટલી રજૂઆતો આવાથી નગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી.અને જવાબ દેવામાં કર્મચારીઓને પરસેવો વળી ગયો હતો.

- text