મોરબીમાં પુસ્તક પરબ ભરાઈ : 300થી વધુ લોકોએ જ્ઞાનની તરસ છીપાવી

- text


મોરબી: મોરબી ના પુસ્તક પ્રેમી મિત્રો ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુધ્ધદેવ, નીરવ માનસેતા,જનાર્દન દવે, રૂપેશ પરમાર, રોહન રાંકજા સહિત ના લોકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે પુસ્તક પરબ શરૂ કર્યું છે. જ્યાં ઉપલબ્ધ પુસ્તકો માંથી કોઈ પણ પુસ્તક પ્રેમી જનતા વિનામૂલ્યે મનગમતા પુસ્તક ઘરે વાંચવા લઈ જઈ શકે છે. આ પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે મોરબીના સરદાર બાગમાં ભરાય છે. આજે મહિના ના પ્રથમ રવિવાર એટલે કે 7 મેં એ સરદારબાગ માં પુસક પરબ ભરાયું હતું. જેની અંદાજે 300 જેટલા પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી હતી . અને 70 થી 80 જેટલા વાચકો પુસ્તકો વાચવા માટે ફ્રીમાં લઇ ગયા હતા . આ પુસ્તક પરબને સમગ્ર મોરબીના લોકો એ ઉમળકાભેર વધાવી લેતાં આજે પુસ્તક પ્રેમીઓ તરફથી 170 જેટલાં પુસ્તકો પરબને ભેટ મળ્યા હતા. જે બદલ સમગ્ર પુસ્તક પરબ ટીમેં બધાનો આભાર વ્યકત કરી ને જણાવ્યું હતું કે આ જ રીતે દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબનું આયોજન થતું રહેશે અને પુસ્તકો બાબતે લોકોમાં રસ-રુચી કેળવાય એ માટે આગામી સમયમાં આયોજકો દ્વારા બુક-ટોક જેવા અવનવા કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવશે. તેમજ બાળકોમાં વાચન માટે રસ કેળવાય અને વાચતા થાય એ માટે હવેથી પુસ્તક પરબમાં ખાસ સમૃદ્ધ બાળસાહિત્ય પણ અનુક્રમે ઉપલબ્દ્ધ કરાશે. પુસ્તક પરબના સહકાર માં રોટરી ક્લબ, ગાયત્રી પરીવાર જેવી સામાજિક તેમજ આધ્યાત્મિક સંસ્થાઓ પણ મદદે આવી રહી છે અને જંગી માત્રામાં પુસ્તકો ભેટ આપી રહી છે. આ સાથે મોટાં ઉદ્યોગપતિઓથી લઈ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રના લોકો પુસ્તકો માટે સહકાર આપીને વાચન પ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષવામાં નિમિત બની રહ્યાં છે.

- text