હળવદ : ધ્રાંગધ્રા દરવાજા વાળી શેરીમાં છેલ્લા 15 દીવસ થી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યા

હળવદ : હળવદ માં સફાઈ અને ઉભરાતી ગટરોનો ગંભીર સમસ્યા છે. આવી જ સમસ્યા થી શહેરના વોર્ડ નં. 6 માં આવતા ચોત્રાફળી વિસ્તારમાં અને ધ્રાંગધ્રા દરવાજા વાળી શેરીમાં છેલ્લા 15 દીવસ થી ગટરના પાણી ની રેલમછેલ થઇ રહી છે. ગટર ના પાણી શેરીઓમાં નદીઓ ના વહેણ ની મારફત વહી રહ્યા છે. રહેવાસીઓને શેરીઓમાં ચાલવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે આ વિસ્તાર ના લોકો એ અનેક વખત રજુઆત નગરપાલિકા માં કરી છે છતા આ સમસ્યા નો કોઈ નિકાલ ન કરાતા રહીશો માં રોષ ની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે રહેવાસીઓ એ ફરીથી રજૂઆત કરી આ ઉભરાતી ગટરો ની સમસ્યા હલ ના કરાયતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.