મોરબીમાં શનાળા રોડ પર CCTV કેમેરા વિનાના પોલ નડતરરૂપ

- text


પોલ હટાવવા સામાજિક કાર્યકરની ચીફ ઓફિસરને રજુઆત

મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે રોડ વચ્ચે સી સી કેમેરાના પોલ હોવાથી ટ્રાફિકની સમસ્યા થાય છે.તેમજ વાહનચાલકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.વહેલી તકે રોડ વચ્ચેથી આ પોલ હટાવવા વાહનચાલકોએ માંગ કરી છે.

મોરબીમાં શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સી સી કેમેરાના પોલ રોડ વચ્ચે હોવાથી દલવાડી સર્કલ થી આવતા નાના-મોટા વાહનને વળાંક લેવામાં મુશ્કેલી પડતી હોય અને અવાર-નવાર ટ્રાફિક થાય છે.હાલ આ પોલ(થાંભલા)માં સી સી કેમેરા પણ નથી.ત્યારે અહીંથી પસાર થતા નાના મોટા વાહનોને આ પોલ નડતરરૂપ બને છે.તેથી વહેલી તકે આ પોલ દૂર કરવા માટે વાહનચાલકોએ માંગ કરી છે.દલવાડી સર્કલથી મોરબી સિટીમાં જતા ઉમિયા સર્કલ પાસે રોડ વચ્ચેનો પોલ તાત્કાલિક ધોરણે હટાવવા વાહનચાલકોની માંગને ધ્યાને રાખી સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ.બુખારીએ નગર સેવા સદન કચેરીના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

- text

- text