ઝુકેગા નહીં! મોરબીને સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ દ્વારા મેરેથોન ધરણા

- text


આવતીકાલથી દરરોજ ત્રણ કલાક સુધી છ દિવસ ધરણા પ્રદર્શન કરવાની કોંગ્રેસે પ્રેસ કોન્ફ્રરન્સમાં કરી જાહેરાત

મોરબી : મોરબીને રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરીને ખાનગી મેડિકલ કોલેજ ફાળવતા સમગ્ર મોરબીવાસીઓમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પ્રજાનો અવાજ બનીને સરકાર સામે લડત ચલાવવા મેદાને આવ્યું છે અને કોંગ્રેસે પ્રેસ કોન્ફ્રરન્સ સાબોધીને મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ ફાળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કાલથી એક અઠવાડિયા સુધી મેરેથોન ધરણા પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે.

- text

મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ ફાળવીને અન્યાય કર્યો હોવાના સુર સાથે આ મામલે સરકાર સામે લડત ચલાવવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે મીડિયાને સંબોધન કરી મોરબીને સરકારી મેડિકલ કોલેજ ન આપવાના વિરોધમાં આવતીકાલે તા.19 થી 24 એપ્રિલ એટલે એક અઠવાડિયા સુધી ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે દરરોજ સવારે 9થી 12 દરમિયાન ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી, માળીયા, હળવદ, ટંકારા, વાંકાનેર તાલુકા અને શહેરના અલગ અલગ વોર્ડ અને સંગઠનના હોદેદારો તેમજ કાર્યકરો જોડાશે.

- text