મોરબીમાં રાજ્યમંત્રીના પુત્રની પુણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

- text


મેડીકલ કેમ્પમાં 300 જેટલા દર્દીઓએ લાભ લીધો

મોરબી : રાજ્યમંત્રીના પુત્રની પુણ્યતિથિ નિમિતે મોરબીમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 300 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.આ મેડીકલ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત દવા આપવામાં આવી હતી.

મોરબી ખાતે ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકયો હતો. આ તકે તેમણે ડૉ. પ્રશાંતના ગરીબ દર્દીઓ માટેના જીવન પર્યન્તના વિચારોને સાકાર કરવા તેમના પરિવાર દ્વારા ગરીબ દર્દીઓના રોગનું નિદાન, સારવાર, મફત દવાઓ અને દર્દીઓના ફોલોઅપની કામગીરી કરીને તેમના વિચારને અમર રાખવાનો યથોચિત પ્રયાસ થઈ રહ્યો છે.આ મેડીકલ કેમ્પમાં ડૉ. ભાવિન ગામી, ડૉ. હિતેષ કણઝારિયા, ડૉ. સુકાલીન મેરજા, ડૉ. ભૂમિ ભાડેશિયા, ડૉ. ભાવેશ શેરશિયા, ડૉ. કૃપા મેરજા સહિતના ડોક્ટરોએ છ જેટલા વિવિધ રોગના દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી. ડૉ. પ્રશાંત ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલ આ મેડીકલ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત ફ્રી મેડિસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ મેડીકલ કેમ્પની સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. જેમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, શહેર અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઇ વાળા, કાઉન્સિલ જેન્તીભાઈ વીડજા, મંજુલાબેન દેત્રોજા, સીમાબેન સોલંકી, હિનાબેન મહેતા, નરેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઈ માકાસણા, હર્ષદભાઈ કંઝારિયા,આસિફભાઈ ઘાંચી, દેવાભાઈ અવાડીયા, પ્રકાશભાઇ ચભાડ, કલ્પેશભાઈ રવેશીયા, જયંતિભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, માળીયા (મિં) તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, સામજિક અગ્રણીઓ મેરુભાઈ કંઝારિયા,રમેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચાવડા, પોપટલાલ કગથરા, ડૉ.મનુભાઇ કૈલા, વિશાલભાઈ કાવર, લાલજીભાઈ હડીયલ, સુભાષભાઈ પડસુંબિયા, વિજયભાઈ સીતાપરા, હસુભાઈ પંડયા, હંસરાજભાઈ પંચોટીયા, બચુભાઈ ગામી, દિનુભાઈ ભોજાણી,સુરેશભાઈ શિંરોહીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કેમ્પનું વ્યવસ્થાપન સન્નીભાઈ મેરજા અને કેશવજીભાઈ ગામીએ સુચારુ રીતે પાર પાડયું હતું.

- text

- text