વાંકાનેરમાં પરશુરામધામના લાભાર્થે શ્રીમદ્દ ભગવત કથાનો પ્રારંભ

- text


બ્રહ્મસમાજ દ્વારા કથાનું આયોજન : અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

વાંકાનેર : વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામ નિર્માણ લાભાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવી છે.કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.કથાનો પ્રારંભ ગત તા.17ને રવિવારના રોજ થયો હતો.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામ નિર્માણ લાભાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવી છે.કથાનું આયોજન ગત તા.17 થી 23 સુધી “રામ-બલરામ-પરશુરામ” ગરબી ચોક,ભાટિયા સોસાયટી,વાંકાનેર ખાતે કરવામાં આવ્યું છે.કથાનો સમય બપોરે 3:30 થી 7 કલાકનો છે.કથા રસપાન શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ કરાવશે.ગત તા.17ના રોજ બપોરે 3 કલાકે પોથીયાત્રા અને 3:30 કલાકે દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.તા.19ના રોજ નૃસિંહ પ્રાગટ્ય,તા.20ના રોજ વામન પ્રાગટ્ય,રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ,તા.21ના રોજ ગિરિરાજ ઉત્સવ,તા.22ના રોજ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ,તા.23ના રોજ સુદામા ચરિત્ર અને તા.23ના રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 19 અને 21ના રોજ ગુરુવારે રાત્રે 9 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કથામાં ગુજરાત સરકાર કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા,રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા,રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા,રાજકોટ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

 

- text