લાલપરમાં ગોડાઉનમાં પેપરના બંડલ પડતા આધેડનું મોત

મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં પેપર મીલના ગોડાઉનમાં પેપરના બંડલ પરથી પડતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 22ના રોજ સવારના 7-30 વાગ્યાની આજુબાજુ લાલપર ગામમાં આવેલ મીલેનીયમ પેપર મીલમાં રહેતા અનિલકુમાર નારાયણભાઇ શાહ (ઉ.વ. 48) મિલના ગોડાઉનમાં કામ કરતા હતા. તે વખતે પેપરના બંડલ ઉપરથી પડી જતા ઘાયલ થયા હતા. અને તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate