મોરબી : IPL T-20માં રાજસ્થાન અને ચેન્નાઇની ટીમ પર ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા

પોલીસે કુલ કિ.રૂ. 28,800ના મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા આઈ.પી.એલ. ટી-20 ટુર્નામેન્ટ અંતર્ગત ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શખ્સો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 22ના રોજ રાતના 10 વાગ્યાના રોજ મોરબીના દાઉદી પ્લોટની શેરી નં.-3ના ઇવન એપાર્ટમેન્ટમાં બે શખ્સો દ્વારા IPL-T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2020 અંતર્ગત રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ ટીમ વચ્ચે ક્રિકેટ મેચનુ ટીવી ઉપર જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રન કેર ઉપર મોબાઈલ પર ગ્રાહકો સાથે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે મોહસીન મનસુર અલી રૈયાણી (ઉ.વ. 28 રહે. ઇવન એપાર્ટમેન્ટ) તથા મકસુદ ઇકબાલભાઇ ભટ્ટી (ઉ.વ.25, રહે. મોરબી, લુવાણાપરા) પાસેથી ક્રિકેટ મેચના આંકડા લખેલ નોટબુક, બોલ,પેન એલ.ઇ.ડી. ટીવી, સેટઅપ બોક્ષ, રીમોટ મળી કિ.રૂ. 6000 તથા મોબાઇલ ફોન નંગ 3 કિ.રૂ. 10,500 તથા રોકડ રૂ. 12,300 મળી કુલ કિ.રૂ. 28,800ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી મોરબી LCB દ્વારા કરવામાં આવી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate