મોરબીના લાયન્સનગરમાં ગટરના પાણી વચ્ચેથી પસાર થઇ સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં આજે શેરી નં.૧ રહેતા એક વ્યક્તિનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થયેલ હતું. ત્યારે તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ લાયન્સ નગરના મેઈન રોડ ઉપર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. આવા રસ્તાઓમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી અને આવા ગટરના ગંદા પાણીમાંથી ચાલવું પડ્યું હતું. જેથી, સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારી દ્વારા તંત્રએ યોગ્ય કામગીરી કરી વહેલામાં વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકો વતી અપીલ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate