મોરબીમાં 12 દિવસથી ડોર ટૂ ડોર સર્વે કરતા 7 જેટલા શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા

- text


મોરબીમાં સર્વે કરી રહેલી પ્રથમ ટીમના 46 શિક્ષકોમાંથી 7 જેટલા શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવી ગયા
સર્વેમાં ઘરના સભ્યોની સહી કરાવવાના આગ્રહથી સંક્રમણ થતું હોવાની આંશકા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંક્રમણ કાબુમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરી છે. જેમાં મોરબી જિલ્લાના વર્ગ 3 અને 4ના કર્મીઓને અને શિક્ષકોને પણ જોડવામાં આવ્યા છે. જિલ્લાના 600 જેટલા શિક્ષકો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. જેમાં સતત 12 દિવસથી ચાલી રહેલી કામગીરીમાં શિક્ષકોએ ઘરે ઘરે જઈ રજીસ્ટરમાં નામ, નમ્બર, ઘરના સભ્યોની સંખ્યા, કોઈ બીમાર હોય તો તેની વિગત, ઓકિસજન લેવલ, તાપમાન ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત, દરેક ઘરના સભ્યોની સહીઓ પણ લેવામાં આવી રહી છે. શિક્ષકોને કોઈ સેફટી વિના સીધા ઘરે જઇ કામગીરી કરવાની હોવાથી તેઓ પર પણ સંક્રમિત થવાનનું જોખમ વધ્યું છે. મોરબીમાં સર્વે કરી રહેલી પ્રથમ ટીમના 46 સભ્યોમાથી 7 જેટલા શિક્ષકો કોરોના સંકમિત થતા શિક્ષકોમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે. હાલ ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સર્વે ટીમના રજીસ્ટરમાં ઘરના સભ્યોની માહિતી આપનાર વ્યક્તિની સહી લેવાની હોય એક જ પેનનો ઉપયોગ થતો હોવાના કારણે પણ સંક્રમણ ફેલાવવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે રજીસ્ટરમાં સહીનો આગ્રહ ન રાખવો જોઈએ.

બીજી તરફ આ જ શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે હોમ લર્નિંગની કામગીરી કરી રહ્યા છે. એકમ કસોટીના પેપરો બાળકો સુધી ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે અને વાલીઓ મારફત બાળકોએ લખેલ એકમ કસોટીની બુકો પરત મેળવી રહ્યા છે. આ પ્રક્રિયામાં બાળકો પણ કોરોના સંક્રમિત થવાની ભીતી સેવાઈ રહી છે. આ બાબતે શિક્ષક આલમ ચિંતા અને દ્વિધામાં છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text