ઘૂંટુ ગામમાંથી સગીરાને ભગાડી ગયેલ આરોપીને સુરેન્દ્રનગરથી પકડી પાડતી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ ટીમ

- text


મોરબી : મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘુંટુ ગામેથી આજથી સાતેક માસ પહેલા સગીર વયની બાળાનુ અપહરણ કરી ભગાડી જનાર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે રહેતા આરોપીને પકડી પાડી ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી તથા ભોગ બનનાર બંને સાસળ-માળીયા હાટીના બાયપાસ રોડ ઉપર ઉદય એન્ટરપ્રાઇઝમાં હોવાની એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટને હકિકત મળતા તપાસ અર્થે મોકલતા આરોપી રોહીતભાઇ હરજીભાઇ રંગાડીયાચૌહાણ (ઉ.વ. 26 રહે. ચુડા દોદરીયા ફળીયુ, તા. ચુડા, જી.સુરેન્દ્રનગર તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે. બન્નેના કોવિડ-19 સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકાઁગ યુનીટને આજથી સાતેક માસ પહેલા મોરબી તાલુકાના ધુંટુ ગામે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text