મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજાતો સંકલ્પ નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે મોકૂફ

- text


મોરબી : કોરોનાની મહામારીને કારણે તમામ ધાર્મિક ઉત્સવો અને જાહેર મેળાવડાઓ રદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આગામી નવરાત્રી મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષે સર્વજ્ઞાતિ માટે યોજાતા સંકલ્પ નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે જાહેર હિતની સલામતી માટે મોકૂક રાખવામાં આવ્યો હોવાની સંકલ્પ નવરાત્રી મહિતસવના આયોજક દેવેનભાઈ રબારીએ જાહેરાત કરી છે.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિની બાળાઓ એકદમ સલામતી પૂર્વક ભક્તિભાવથી રસ ગરબે રમીની માતાજીની આરાધના કરી શકે તે માટે પ્રાચીન અને અર્વાચીનના સુગમ સમન્વય સાથે છેલ્લા 10 વર્ષથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને તમામ જ્ઞાતિની બાળાઓને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. મોરબી દશ વર્ષથી યોજાતો આ સંકલ્પ નવરાત્રી મહોત્સવ સર્વધર્મ સમભાવનો પર્યાય બની ગયો છે.

- text

આથી, સમગ્ર મોરબીવાસીઓ દર વર્ષે આ સંકલ્પ નવરાત્રી મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. પણ આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોવાથી આગામી નવરાત્રી મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. આ અંગે સંકલ્પ નવરાત્રી મહોત્સવના આયોજક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે જાહેરહિતની સલામતીને ધ્યાને લઈને આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવના 11 માં વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની સમગ્ર મોરબીવાસીઓ નોંધ લે તેવી તેમણે અપીલ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text