સોમવાર(12.15pm) : મોરબીમાં 8 અને હળવદમાં 1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા

- text


એકલા મોરબી તાલુકામાં કોરોના કેસની સંખ્યા 300ને પાર : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ થયા 378

મોરબી : મોરબી જિલ્લામાં આજે 3 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધનના દિવસે બપોરે 12 વાગ્યા બાદ એક સાથે 9 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં મોરબીમાં 8 અને 1 કેસ હળવદમાં નોંધાયો છે. આજના 9 કેસમાંથી 7 કેસ અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે બે કેસ જામનગરની સરકારી લેબોરેટરીમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે આજના નવા કેસ સાથે એકલા મોરબી તાલુકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 303 થઈ ગઈ છે. જ્યારે મોરબી જિલ્લાના કુલ કોરોના કેસનો આંકડો 378 પર પોહચી ગયો છે.

- text


  • 3 ઓગસ્ટ, સોમવારે નોંધાયેલા કોરોના કેસની વિગત

1) 72 વર્ષ, પુરુષ, હનુમાન દેરી વાળી શેરી, ગ્રીનચોક, મોરબી

2) 47 વર્ષ, 402- પવનસુત એપાર્ટમેન્ટ, કાયાજી પ્લોટ મેઈન રોડ, મોરબી

3) 81 વર્ષ, પુરુષ, લોહાણાપરા શેરી નંબર 2, જેલ રોડ, મોરબી

4) 57 વર્ષ, પુરુષ, સમર્પણ એપાર્ટમેન્ટ, પંચવટી સોસાયટી, કન્યા છાત્રાલય પાછળ, મોરબી

5) 40 વર્ષ, પુરુષ, રણછોડનગર, સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, મોરબી

6) 40 વર્ષ, પુરુષ, વજેપર-13, મોરબી

7) 58 વર્ષ, મહિલા, વણકરવાસ, મોરબી

8) 75 વર્ષ, પુરુષ, મોચી શેરી, મોરબી

9) 67 વર્ષ, પુરુષ, વોરોવાડ, હળવદ

- text