ખેડૂતોનું સકારાત્મક આંદોલન : મોરબી જિલ્લામાં વૃક્ષો વાવી ડિજિટલ આંદોલનને ટેકો

- text


કૃષિ પ્રશ્ને સરકારને ઢંઢોળવા મટે ખેડૂતોને અનોખી લડત : ગામે ગામ વૃક્ષો વાવી પોતાની માંગ બુલંદ બનાવી : વાવેલા વૃક્ષોનું “જગત તાત વૃક્ષ” નામકરણ

મોરબી : મોરબી જીલ્લાના ખેડુતો દ્વારા જગતાત ડિજીટલ આંદોલનની સફળતા બાદ દેશનું અને રાજ્યના પર્યાવરણની ચિંતા કરતા જગતાત ડિજીટલ આંદોલનના પ્રણેતા જે. કે. પટેલના પ્રકૃતી અને પર્યાવરણ બચાવો અને વરસાદ લાવોના આહવાનને પગલે મોરબી જિલ્લાના ખેડૂતોએ પોતાની વાડી, ખેતર કે ઘેર અેક વૃક્ષ વાવી ડીઝીટલ આંદોલન જોરદાર સમર્થન આપવાની સાથે સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે. જેમાં મોરબી જીલ્લામા ગામે ગામ હજારો વૃક્ષોની રોપણી કરી આ વૃક્ષનું નામ “જગત તાત વૃક્ષ” રાખવામા આવ્યું છે.

મોરબી જીલ્લાના ટંકારા, મોરબી, વાકાનેર, માળિયા, હળવદ જેવા તાલુકાના ગામડાઅો જેવા કે ઘુંટું ખાખરાળા, બેલા ઘાટીલા, જીવાપર, પીપળી, ઉચી માંડલ, નીચી માંડલ, કોયલી, ગજડી, રામગઢ, લજાઈ, વિરપર, હડમતિયા, સજનપર, નશીતપર, સાવડી, સરાયા, કલ્યાણપર, પંચાસીયા, વીર વિદરકા, ઘાટીલા જેવા અનેક ગામના ખેડૂતોએ આંદોલનની સાથે સાથે પર્યાવરણનું જતન કરવાનો અને ગુજરાતની ધરાને લીલીછમ હરિયાળી રાખી આવનાર પેઢીને સંદેશો આપ્યો છે કે આ વૃક્ષ અમારા પૂર્વજોએ રાજ્ય સરકાર સામે પાકવિમા બાબતે અને ખેડુતો પર થયેલા અન્યાય સામે ન્યાયિક ડિજીટલ આંદોલનની લડાઈ લડી એક વૃક્ષ વાવી જતન કર્યું હતું.

- text

વૃક્ષમાંથી પેદા થયેલા પ્રાણવાયુ ફકત જગતાત યોધ્ધાઓને જ માટે નહી પણ તેની આવનાર પેઢી અને અન્યો માટે પણ અોક્સિજન પુરો પાડશે. સાથે સાથે આ જગત તાત ડિજીટલ આંદોલનના પ્રણેતા જે. કે. પટેલ દ્વારા અેક રવિવાર પુરતું વૃક્ષો વાવવાની પહેલ હતી પણ જગત તાત યૌદ્ધાઅોનો સોસિયલ મિડીયા જેવા કે ફેસબુક, વોટસઅપ ગૃપ, ટવ્ટિર પર ઉત્સાહ જોઈ આવતા રવિવાર સુધી અેટલે કે તા. 9/8/2020 સુધી મુદત વૃક્ષો વાવવા માટે લંબાવી છે.

 

- text