ખેડૂતોની સમસ્યા અંગે મોરબી-માળિયાના 128 ગામોના ખેડુતોને એક થવા કિસાન એકતા મંચની અપીલ

- text


મોરબી : મોરબીના ખેડુતો હાલમાં અનેક સમસ્યાથી લડી રહ્યા છે. જેમાં સિંચાઇ માટે પાણી હોય, પાક વિમો હોય કે પછી ટેકાના ભાવથી ખરીદી હોય પરંતુ જો આ સમસ્યામાંથી બહાર આવું હોય તો મોરબી-માળિયાના ખેડુતોને એક થવું જોશે, તેમ કિસાન એકતા મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કિસાન એકતા મંચ દ્વારા યાદીમાં જણાવાયું છે કે અગાઉ પણ મોરબીના ખેડુતોને ભાજપ અને કોંગ્રેસ બંને સરકારથી નિરાશા જ મળી હતી. જેથી, હવે એક નવી શરૂઆત કરવાની છે કે મોરબીમાં આવનારી પેટા ચૂંટણીમા દરેક ખેડૂતોએ એક થઈને તેઓની સમસ્યાનું એક માંગપત્ર બનાવીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાસે લેખિતમા સહી લેવાની છે. અને કિસાન એક્તા મચની વિચારધારામાં મોરબી જિલ્લાના દરેક ખેડૂતોએ જોડાઈને સમસ્યાઓનો હલ કરવાં માટે આગળની રણનીતિ નક્કી કરવાની છે. હાલ કોરોનાના મહામારીના કારણે સોશીયલ મીડિયામાં ખેડૂતોને એક કરવાની ઝુંબેશની શરૂઆત થઈ છે. જેમાં અગાઉ પણ અનેક વિડિયો વાયરલ થયા હતા. તેમ કિસાન પુત્ર કિશન પટેલે જણાવ્યું છે.

- text

- text