વિશ્વ વસ્તી દિન એટલે ભારત સહિતના દેશોએ મંથન કરવાનો દિવસ

- text


મોરબી : 11મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ એટલે કે “World Population Day” તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં વસ્તી-વધારાની સમસ્યા ઘણી વધી રહી છે. જેને કારણે કેટલીક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. વિશ્વમાં વસતી વધારાની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તથા વધતી જતી વસ્તી પર રોક લાગી શકે તે માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની સંચાલન પરિષદ દ્વારા ઈ.સ 1989થી વસ્તી દિવસ ઉજવવામાં આવે છે.

હાલના સમયમાં વિશ્વની કુલ વસ્તી 7 અબજ 2 કરોડની છે. જેમાં ભારતની કુલ વસ્તી 1.2 અબજ કરોડ ની છે. વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા સ્થાન પર આવે છે. એને જોતા લાગે છે કે ભારત હવે જલ્દી ચીનની સંખ્યાને આંબી જાય તો ના નહીં. જેને કારણે જન્મ થતા બાળકો માટે અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. તેથી, વિશ્વ વસ્તી દિવસે જન્મ લેનારા બાળકો સામે આવનારા પડકારો, અને સમસ્યાઓના ઉકેલ જાણવા પ્રયાસો કરાય રહ્યા છે.

- text

વસ્તી વધારાનું મુખ્ય કારણ અસાક્ષરતાનું વધતું પ્રમાણ માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં મોટા પ્રમાણમાં લોકો અશિક્ષીત હોવાને કારણે તેઓને કુટુંબ નિયોજન વિશે માહિતી હોતી નથી. એક રીતે કહીયે તો વસ્તી વધારો અને સાક્ષરતા એક બીજા સાથે જોડાયેલા છે. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા છોકરીઓમાં જોવા મળે છે. છોકરાઓના પ્રમાણમાં માત્ર 10% છોકરી જ શિક્ષીત હોય છે. જેથી, તેઓમાં કુટુંબ નિયોજનની માહિતી હોતી નથી. તથા ભારતના અનેક ધાર્મિકવૃતિવાળા લોકોમાં પુત્ર માટે ખુબ ઘેલછા જોવા મળતી હોય છે. પુત્ર માટેની ઘેલછામાં તેઓ કુટુંબ નિયોજનને ક્યાંક બાજુમાં મૂકી દેતા હોય છે. જો દીકરીઓમાં અભ્યાસનું પ્રમાણ વધુ હશે તો એ પોતાના નિર્ણયો જાતે કરી શકશે તેથી તે કુટુંબ નિયોજકના ફાયદાઓ પણ સમજી શકશે તથા સમજાવી શકશે.

વિશ્વમાં વસ્તી વધારો રોકેટની જેમ અતિ તીવ્ર ગતિ એ આગળ વધી રહ્યો છે. જે લાલબત્તી સમાન છે. જેથી, વિશ્વ વસ્તી દિન નિમિત્તે લોકોમાં જાગૃતિ અપાવવા કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. તથા કુટુંબ નિયોજનની વિવિધ પદ્ઘતિઓના પ્રચાર અને જનજાગૃતિ અંગેના કાર્યક્રમો ગોઠવીને લોકોને માહિતી આપવામાં આવે છે. જેથી, વસ્તી વધારાનો દર રોકી શકાય.

- text