માળીયાના વધારવા ખાતેથી રવિ-સોમ બે દિવસ સુધી મર્યાદિત પાણીના જથ્થાનું વિતરણ કરાશે

- text


ઢાંકી ખાતેના પંમ્પીગ સ્ટેશનના સંપની સફાઈ શરૂ કરવાની હોવાથી મોરબી,માળીયા અને ટંકારાના લોકોને બે દિવસ સુધી કરકસર યુક્ત પાણી વપરાશ કરવાની અપીલ

મોરબી : ઢાંકી ખાતેના પંપીપ સ્ટેશનના સંપની સફાઈ શરૂ કરાઇ હોવાથી માળીયાના વધારવા ખાતેથી રવિ-સોમ ઉપલબ્ધ જળ જથ્થાનું જ વિતરણ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.જેટલો જળ જથ્થો ઉપલબ્ધ હશે એટલી માત્રામાં પાણી વિતરણ કરાશે. આથી મોરબી,માળીયા અને ટંકારાના લોકોને બે દિવસ સુધી કરકસર યુક્ત પાણી વપરાશ કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

મોરબીના જાં. આ. બાં. વિભાગના કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે ,ઢાંકી ખાતે એન સી 30ના પંપીંગ સ્ટેશન પર સંપ તથા ઇન્ટેક ચેનલ માથી સિલ્ટીગ તથા મડ સફાઈ કામગીરી કરવાની હોય આગામી રવિવાર તથા સોમવારે તા. ૧૨ તથા ૧૩ જુલાઈ પંપીંગ બંધ રહેવાનું હોય વધારવા ખાતેથી ઉપલબ્ધ જથ્થા મુજબ માળીયા ખાતે પાણી વિતરણ કરવામાં આવશે. તેથી મોરબી જિલ્લાના મોરબી, માળીયા તથા ટંકારા તાલુકાના લાભાર્થી ગામોને ઉપલબ્ધિ મુજબ પાણીનો જથ્થો આગામી રવિ સોમ અને મંગળવારે મળવાની શક્યતા છે. જેથી દરેક લાભાર્થી ગામોએ આપવામાં આવતો જથ્થો કરકસરપૂર્વક ઉપયોગ કરવા નોંધ લેવી. સફાઈ કામગીરી પૂર્ણ થયે ઢાંકી ખાતેથી નિયમિત પમ્પિંગ શરૂ થયે પૂર્વવત જથ્થો આપવાનું શરૂ કરવામાં આવશે જેની નોંધ લેવાનું જણાવ્યું હતું.

- text