RTE પ્રવેશ પ્રક્રિયા અન્વયે વાલીઓ પાસેથી ફરિયાદ/રજૂઆત મંગાવવા બાબતની જાહેરાત

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફી એન્ડ કંપલ્સરી એક્ટ-૨૦૦૯ ની કલમ ૧૨(૧) ક હઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. RTE પ્રવેશ પ્રક્રિયા અન્વયે સુપ્રિમ કોર્ટમાં SLP દાખલ થયેલ છે. જે અન્વયે સુપ્રિમકોર્ટના નિર્દેશાનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમિતિની રચના કરવામાં આવેલ છે. સમિતિનાં નિર્દેશાનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની RTE પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશથી વંચિત રહેલ વિદ્યાર્થીઓનાં વાલી દ્વારા જો કોઇ ફરીયાદ/રજૂઆત હોય તો નિયત નમૂના (ANNEXURE-A) મુજબના સોગંદનામાની નકલ ઇ મેલ દ્વારા મોકલવાની રહેશે.

- text

આથી, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ની RTE પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે ઓનલાઇન ફોર્મ ભરેલ હોય અને પ્રવેશથી વંચિત રહેલ કોઇ બાળકના વાલીને ફરિયાદ/રજૂઆત કરવાની થતી હોય તો http://gujarateducation.gov.in/primary અને http://rte.orpgujarat.com પરથી અંગેના નમુના (ANNEXURE-A)ની પ્રિન્ટ મેળવી તેમા માંગ્યા મુજબની તમામ જરૂરી વિગતો ભરી નોટરાઇઝડ સોગંદનામુ કરાવવાનુ રહેશે. ત્યારબાદ તા.૧૫/૦૭/૨૦૨૦ બુધવાર સુધીમાં આ નકલનો ફોટો અથવા તો તેના PDF ફોર્મેટમાં [email protected] પર ઇ મેલ કરી ફરીયાદ/રજૂઆત મોકલી આપવાની રહેશે. તેમ પ્રાથમિક શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.

- text