વિશ્વને કોરોના મુક્ત કરવાની પ્રાર્થના સાથે હળવદના યુવાનો દ્રારકાધીશ મંદિરે ધજા ચડાવશે

હળવદના પાટિયા ગ્રુપના યુવાનો દ્રારકા જવા નીકળ્યા : રવિવારે દ્રારકાધીશ સમક્ષ શીશ ઝુકાવીને ધજા ચડાવશે

હળવદ : દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાય રહ્યું છે. કોરોનાના ખોફથી સમગ્ર માનવજાત ભયભીત છે ત્યારે હવે દેશ અને દુનિયાને કોરોના મુક્ત થાય તે માટે લોકો ઈશ્વર સમક્ષ આજીજી કરી રહ્યા છે. જેમાં હળવદના યુવાનો દેશ અને દુનિયા કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના સાથે આજે દ્રારકા જવા રવાના થયા છે અને કાલે રવિવારે હળવદના આ યુવાનો દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવીને ધ્વજારોહણ કરીને સમગ્ર વિશ્વને કોરોનાથી બચાવવા માટે પ્રાર્થના કરશે.

કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશ અને દુનિયાની જનતાને જલ્દી છુટકારો મળે અને સુખમય જીવન જીવી શકે એવા હેતુથી હળવદ પાટિયા ગ્રુપએ જગત પાલન હાર દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે તા. 5 જુલાઈને રવિવારે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ધ્વજા ચડાવવાનું આયોજન કર્યું છે અને દેશ તથા દુનિયાને કોરોનાથી મુક્તિ મળે તે માટે હળવદનું પાટીયા ગ્રુપ દ્વારા દ્વારકાધીશ મંદિર આવતીકાલે ધજા ચડાવવા માટે યુવાનો આજે રવાના થયા છે. ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશ-દુનિયાની કોરોનાથી મુક્તિ અપાવે તેવી પ્રાર્થના સાથે આવતીકાલે દ્વારકાધીશની ધજા ચડાવવામાં આવનાર હોવાનું પાટીયા ગ્રૂપના યુવાનો દ્વારા જણાવાયું છે.