વાંકાનેર : કારખાના પાસે થાંભલામાં શોટ લાગતા યુવકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકાની ઢૂંવા ચોકડી પાસે આવેલ બેન્જો સીરામીક વિટ્રીફાઇડ સીરામીકના ગેટ પાસે ટી.સી. થાંભલા ઉપર શોટ લાગતા મોમૈયાભાઇ વિભાભાઇ ગાબુ (ઉ.વ. આશરે ૩૫, રહે. મુળ ધોકડવા, તા. ચોટીલા) થાંભલા ઉપર ચોંટી ગયેલ હતા. જેથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text