મોરબી : અજયભાઈ લોરીયાની ટીમ દ્વારા 75 જેટલા TRB જવાનોને રેઇનકોટનું વિતરણ

મોરબી : હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે અને વરસાદ પણ ધીમી ધારે પડી રહ્યો છે ત્યારે મોરબીમાં શહેરમાં ટ્રાફિકના સંચાલનની જવાબદારી નિભવતા ટીઆરબીના જવાનોને જે તે ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતી વખતે વરસાદમાં રક્ષણ મળી રહી તે માટે મોરબીના જાગૃત નાગરિક અજયભાઈ લોરીયા સહિતની ટીમ તેમની વહારે આવ્યા છે.

યુવા અગ્રણી અજયભાઈ લોરીયા દ્વારા શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ ઉપર મહત્વની ટ્રાફિકની જવાબદારી નિભવતા 75 જેટલા ટીઆરબી જવાનોને વિનામૂલ્યે વરસાદમાં રક્ષણ આપવા રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે એ ડિવિઝન પી.આઇ. આર.જે.ચૌધરી, ટ્રાફિક જવાન દેવજીભાઈ બાવરવા,પીએસઆઇ બી.વી.ઝાલા અને અજય લોરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અજયભાઈ લોરીયા અને તેમની ટીમ દ્વારા અનેક પ્રકારની સામાજિક અને સેવા પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આ યુવા અગ્રણી અજય લોરીયાએ ટીઆરબીના જવાનોને વરસાદથી બચવા માટેનું રક્ષણ આપીને સરાહનીય કાર્ય કર્યું છે.