મોરબી જિલ્લાના દરેક તાલુકાઓમાં GRD-SRD માટે ભરતી કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લાના દરેક તાલુકાઓમાં GRD-SRD સભ્યોનું ઘટતું મહેકમ પૂર્ણ કરવા માટે 15 દિવસનો પ્રાથમિક ભરતી કેમ્પ યોજવામાં આવનાર છે. આ કેમ્પની તા. 20/06/2020 થી 05/07/2020 છે. આ કેમ્પ કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા અપાયેલ તમામ સૂચનાઓને ધ્યાન રાખીને યોજાશે.

- text

જેમાં મોરબી તાલુકામાં GRD સભ્યોમાં 7 પુરુષો તથા 50 મહિલાઓ માટે જગ્યા છે. તેમજ SRD સભ્યોમાં 33 જગ્યા છે. વાંકાનેર તાલુકામાં GRD સભ્યોમાં 50 મહિલાઓ માટે જગ્યા છે. માળીયા (મી.) તાલુકામાં GRD સભ્યોમાં 50 પુરુષો તથા 15 મહિલાઓ માટે જગ્યા છે. તેમજ SRD સભ્યોમાં 27 જગ્યા છે. ટંકારા તાલુકામાં GRD સભ્યોમાં 60 પુરુષો તથા 35 મહિલાઓ માટે જગ્યા છે. તેમજ હળવદ તાલુકામાં GRD સભ્યોમાં 90 પુરુષો તથા 50 મહિલાઓ માટે જગ્યા છે. તેવી જાહેરાત પોલીસ અધિક્ષક કચેરી દ્વારા કરવામાં આવેલ છે.

- text